બોલિવૂડ ફિલ્મ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્ન બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી.
સિદ્ધાર્થ-કિયારા નું રિસેપ્શન મુંબઈ ની ફાઈવ સ્ટાર હોટેલ સેન્ટ રેજીસ માં થયું હતું .
રિસેપ્શન પાર્ટીમાં સિદ્ધાર્થ અને કિયારા એ બ્લેક કલર ટ્વિનિંગ કર્યું હતું.
અભિનેત્રી કિયારા અડવાણીએ રિસેપ્શન પાર્ટીમાં બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ગાઉન પહેર્યો હતો.
બ્લેક એન્ડ વ્હાઇટ સાથે કિયારા એ હેવી લીલા રંગનો નેકલેસ પહેર્યો હતો.
સિદ્ધાર્થ મલ્હોત્રા એ પત્ની કિયારા સાથે મેળ ખાતો બ્લેક કલરનો ચમકદાર કોટ પહેર્યો હતો.
વેડિંગ રિસેપ્શન માં સિદ્ધાર્થ કિયારા એકસાથે ડેશિંગ અને ક્લાસી દેખાતા હતા.
આ રિસેપ્શનમાં ફિલ્મ જગતથી લઈને ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા.