ફેમસ સિંગર સનમ પુરીએ તેની ગર્લફ્રેન્ડ ઝુકોબેની ટુંગો સાથે વ્હાઇટ વેડિંગ કર્યું છે

તેમના લગ્ન ની કેટલીક સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

સનમ પુરી અને ઝુકોબેની ટુંગોએ 11 માર્ચ 2023ના રોજ એકબીજા સાથે સગાઈ કરી હતી.

આ કપલે 11 જાન્યુઆરીએ નાગાલેન્ડમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

ઝુકોબેની સફેદ રંગના ચમકદાર વેડિંગ ગાઉનમાં ખુબ જ સુંદર જોવા મળી હતી  

જ્યારે કે સનમ બ્લેક ટક્સીડોમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.  

સનમ પુરીએ ફિલ્મ 'હસી તો ફસી'ના ટાઈટલ ટ્રેક જેવા કે ઈશ્ક બુલાવા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'ના ફકીરામાં પોતાનો અવાજ આપ્યો છે.

સનમ પુરી ઘણા જૂના સુપરહિટ ગીતોની શાનદાર રિમેક કરવા માટે પણ જાણીતો છે. તે ભારતીય પોપ-રોક બેન્ડ સનમનો એક ભાગ છે.