સ્મિતા પાટીલ એક એવું નામ છે જે હિન્દી સિનેમા ક્યારેય ભૂલી શકશે નહીં.
પોતાના દમદાર અભિનય માટે જાણીતી સ્મિતા પાટીલનો જન્મ 17 ઓક્ટોબર 1956ના રોજ થયો હતો.
માત્ર 31 વર્ષની ઉંમરે 13 ડિસેમ્બર 1986 ના રોજ સ્મિતાનું અવસાન થયું હતું.
તે શિવાજીરાવ પાટીલની પુત્રી હતી જેઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બન્યા હતા.
સ્મિતા પાટીલે અભિનેતા રાજ બબ્બર સાથે લગ્ન કર્યા હતા.
31 વર્ષની ઉંમરે તેણે પુત્ર પ્રતિકને જન્મ આપ્યો.
ડિલિવરી બાદ તેની તબિયત લથડી અને તેનું મોત થઈ ગયું.
પ્રતિક બબ્બરનો જન્મ સ્મિતાના મૃત્યુના 15 દિવસ પહેલા 28 નવેમ્બર 1986ના રોજ થયો હતો.