'પ્યાર કા પંચનામા 2' ની અભિનેત્રી સોનાલી સાયગલ તેના લોંગ ટર્મ બિઝનેસમેન બોયફ્રેન્ડ આશિષ સજનાની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે 

આ દરમિયાન લગ્ન મંડપમાંથી સોનાલીની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

'પ્યાર કા પંચનામા 2' અભિનેત્રી મંડપ માં પ્રવેશતી જોવા મળી રહી છે 

પરંતુ ખાસ વાત એ છે કે સોનાલી મંડપ માં એકલી નહીં પરંતુ તેના ડોગી સાથે પ્રવેશી હતી 

સોનાલીએ તેના લગ્ન માટે પિંક કલરની સાડી પસંદ કરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી 

આ સાથે તેણે સુંદર હીરાનો હાર પહેર્યો હતો.સોનાલી બ્રાઈડલ લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી 

આ પિંક કલરની સાડી સાથે સોનાલીએ તેના લગ્ન માટે સિલ્વર કલરની કલીરે પસંદ કરી હતી 

સોનાલીની જેમ તેનો ડોગી પણ ગુલાબી રંગના આઉટફિટમાં સજ્જ હતો, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો હતો