ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂર નો પુત્ર વાયુ આહુજા 1 વર્ષ નો થઈ ગયો છે. અભિનેત્રીએ તેના પુત્રનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો 

અભિનેત્રી સોનમ કપૂરે આ તસવીરો શેર કરીને જણાવ્યું કે તેના પુત્રના પહેલા જન્મદિવસ પર અભિનેત્રીએ આખા ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું હતું.

અભિનેત્રી સોનમ કપૂરે તેના પુત્ર વાયુના પ્રથમ જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરતા જણાવ્યું કે આ દરમિયાન તેના ઘરે ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવી હતી 

સોનમ કપૂરે તે પણ જણાવ્યું કે આ સાથે ઘરમાં પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું 

સોનમ કપૂર અને આનંદ આહુજાએ તેમના પુત્ર વાયુ કપૂર આહુજા ના જન્મદિવસ નિમિત્તે ઘરે પૂજાનું આયોજન કર્યું હતું 

તેમના વહાલા પૌત્ર અને નાતિન ના જન્મદિવસે તેમના દાદા-દાદી અને નાના-નાની એ પણ હાજરી આપી હતી.

વાયુ કપૂર આહુજાના જન્મદિવસ પર આખો પરિવાર એક ફ્રેમમાં જોવા મળ્યો હતો. જેમાં અનિલ કપૂર તેની પત્ની સુનીતા અને પુત્રી સોનમ સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો 

સોનમ કપૂરના પુત્ર વાયુ કપૂર આહુજાના પ્રથમ જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી