ફૂટબોલ આઇકોન ડેવિડ બેહકમે તાજેતરમાં જ ભારતની મુલાકાત લીધી હતી 

ડેવિડ બેકહામ ભારત વિ ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચમાં પણ જોવા મળ્યો હતો.

આવી સ્થિતિમાં, બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ તેમના ઘરે ડેવિડ માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. 

આ પાર્ટીમાં સોનમે ડેવિડને ભારતીય પરંપરાઓની ઝલક આપવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન ડેવિડ ના હાથ પર ફૂલ નો ગજરો બાંધીને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ડેવિડે આ પાર્ટીમાં ભારતીય ભોજનનો સ્વાદ ચાખ્યો હતો. તેની સાથેની આ તસવીરમાં સોનમ તેને હોસ્ટ કરતી જોવા મળી હતી 

આ પાર્ટીમાં સોનમ અને આનંદ સહિત મોટાભાગના મહેમાનો ભારતીય પોશાક માં જોવા મળ્યા હતા. 

સોનમે પણ પોતાના ઘરને ભારતીય ટચથી સજાવ્યું હતું. જેની એક ઝલક આપણે આ તસવીરમાં જોઈ શકીએ છીએ.