બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દેવ આનંદના પુત્ર સુનીલ આનંદે વર્ષ 1984માં ફિલ્મ આનંદ ઔર આનંદથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

રાજકુમારનો પુત્ર પુરુ રાજકુમાર તેના પિતાની જેમ પ્રખ્યાત થઈ શક્યો નહીં. પુરુએ વર્ષ 1996માં ફિલ્મ 'બાલ બ્રહ્મચારી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

અભિનેતા રાજેન્દ્ર કુમારના પુત્ર કુમાર ગૌરવે વર્ષ 1981માં ફિલ્મ લવસ્ટોરીથી બોલિવૂડમાં ધૂમ મચાવી હતી.પરંતુ આ પછી સતત ફ્લોપ ફિલ્મોએ તેનું કરિયર બરબાદ કરી દીધું.

અમજદ ખાનના પુત્ર શાદાબ ખાને 1997માં ફિલ્મ 'રાજા કી આયેગી બારાત'માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. મોટી ફિલ્મમાં ડેબ્યૂ કરવા છતાં શાદાબની કારકિર્દી આગળ વધી શકી નહીં.

અભિનેતા શશિ કપૂરના પુત્ર કરણ કપૂરે વર્ષ 1986માં ફિલ્મ સલ્તનત થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. બ્રિટિશ લુકને કારણે દર્શકોને બોલિવૂડ હીરો તરીકે કરણ કપૂર પસંદ ન આવ્યો.

કુણાલ ગોસ્વામી મનોજ કુમારનો પુત્ર છે. કુણાલે વર્ષ 1981માં ફિલ્મ 'ક્રાંતિ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ કુણાલ તેના પિતાની જેમ બોલિવૂડમાં નામ કમાઈ શક્યો નહીં.

બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની દીકરી રિંકી ખન્નાએ વર્ષ 1999માં ફિલ્મ 'પ્યાર મેં કભી કભી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

સરફરાઝ ખાન અભિનેતા કાદર ખાનનો પુત્ર છે. તેણે વર્ષ 1993માં ફિલ્મ શતરંજથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.