બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત સ્ટારકિડ્સમાંથી એક છે.

અભિનેત્રીની દરેક તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે. 

તાજેતરમાં સુહાના ખાન તેની માતા ગૌરી ખાન સાથે મુંબઈમાં જોવા મળી હતી.

સુહાના ખાન અને ગૌરી ખાન મુંબઈમાં આયોજિત એક ખાસ પાર્ટીમાં હાજરી આપવા સાથે પહોંચ્યા હતા 

આ દરમિયાન બંને માં દીકરી બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે 

આ દરમિયાન સુહાના ખાને ખૂબ જ સ્ટાઇલિશ બ્લેક ટોપ પહેર્યું હતું. તેણીએ બ્લેક ટ્રાઉઝર સાથે મેચિંગ બ્લેક પર્સ પણ રાખ્યું હતું. 

જ્યારે તેની માતા ગૌરી ખાન પણ બ્લેક આઉટફિટમાં સ્ટાઇલિશ લાગી રહી હતી. 

આ દરમિયાન ગૌરી ખાન તેની પુત્રી સુહાના માટે ખૂબ જ પ્રોટેક્ટિવ દેખાઈ હતી.