બોલિવૂડ એક્ટર સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.
ફિલ્મમાં તારા અને સકીનાનો પુત્ર જીતે મોટો થયો છે. આ ફિલ્મની વાર્તા આની આસપાસ ફરતી હોય તેવું લાગે છે.
ફિલ્મમાં તારા સિંહ પોતાના પુત્રને પાકિસ્તાનીઓના ચુંગાલમાંથી છોડાવવા જાય છે.
સકીના અને તારા ની જોડી સ્ક્રીન પર શાનદાર લાગી રહી છે. બંનેને ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર જોઈને સારું લાગી રહ્યું છે
સની પાજી એ તારા સિંહનો અભિનય ઘણો જ સારો કર્યો છે
ફિલ્મમાં સની દેઓલ, અમિષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને મનીષ વાધવા જેવા સ્ટાર્સ જોવા મળશે
ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. આ વખતે તેનું ડિરેક્શન પણ ઘણું સારું છે. દર્શકો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે.
ગદર 2 પણ તેના શરૂઆતના દિવસે બમ્પર કમાણી કરવા જઈ રહી છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મે લગભગ 2 લાખ ટિકિટ વેચી છે