બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન દર વખતે તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે.

વેસ્ટર્ન હોય કે એથનિક, તેના ફેન્સ તેને દરેક સ્ટાઇલમાં જોવાનું પસંદ કરે છે.

હાલમાં જ સનીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સની લિયોને આ ફોટોશૂટ એક મેગેઝિન માટે કરાવ્યું છે,

આ માટે તેણે સિલ્વર કલરના હેવી વર્કનો સ્કિની લહેંગા પહેર્યો છે, જેમાં તે જલપરી જેવી લાગી રહી છે.

સનીએ આ લુક સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ સાથે મેચિંગ એસેસરીઝ પણ કેરી કરી છે.

આ સાથે અભિનેત્રીએ સ્મોકી શેડેડ આઈશેડો સાથે લાઇનર અને કાજલનો ઉપયોગ કર્યો છે.

તેની લાલ લિપસ્ટિક સૌથી વધુ ધ્યાન ખેંચી રહી છે. જેના કારણે અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.