સુશાંત સિંહ રાજપૂત નો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ બિહારના પટના શહેરમાં થયો હતો 

આજે સુશાંત સિંહ રાજપૂતની 38મી બર્થ એનિવર્સરી છે. સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત ચાર બહેનો નો એકમાત્ર ભાઈ હતો 

34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર અભિનેતાને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. 

સુશાંત ને એકતા કપૂર ની સિરિયલ પવિત્ર રિશ્તા માં માનવ નું પાત્ર ભજવીને ઘર ઘર માં ઓળખ મળી હતી. 

વર્ષ 2013 માં  સુશાંતે ફિલ્મ 'કાઈ પો છે'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

ફિલ્મ 'કાઈ પો છે' પછી સુશાંત 'શુદ્ધ દેશી રોમાન્સ', 'પીકે' અને 'ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી'માં જોવા મળ્યો હતો.

વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' તેની કારકિર્દીની ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ હતી. 

સુશાંતે વર્ષ 2020માં આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. સુશાંતના મૃત્યુ પછી, તેની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' OTT પર રિલીઝ થઈ હતી