તાપસી એ પિંક, મુલ્ક, બદલા, મનમર્ઝિયા, મિશન મંગલ, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે
તાપસીએ હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે વર્ષ 2010માં એક તેલુગુ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી
દિલ્હીમાં એક શીખ પરિવારમાં જન્મેલી તાપસી પન્નુ ફિલ્મી દુનિયામાં આવતા પહેલા એક બહુરાષ્ટ્રીય કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી
થોડા દિવસો પહેલા તાપસીએ સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે વાતચીત કરી હતી. ત્યારે એક ચાહકે પૂછ્યું કે તે ક્યારે લગ્ન કરશે
તાપસી પન્નુના અંગત જીવન વિશે વાત કરીએ તો, એવી અફવા છે કે અભિનેત્રી બેડમિન્ટન કોચ મેથિયસ બોઈ સાથેના સંબંધમાં છે
અન્ય કલાકારોની જેમ તાપસી પણ પોતાની લવ લાઈફને ગુપ્ત રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ તાપસી ઘણીવાર સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડ મેથિયસ સાથેની તસવીરો શેર કરી ચૂકી છે