અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક સમારોહ 22 જાન્યુઆરીએ યોજાશે. 

રામ મંદિરના ઉદ્ઘાટન માટે સેલેબ્રીટી ને આમંત્રણ મોકલવાનું કામ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહ્યું છે 

આ સમારોહ માટે બોલીવુડ, રાજકારણી તેમજ ટેલિવિઝન ની ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જૂના તારક મહેતા ઉર્ફે અભિનેતા શૈલેષ લોઢાને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 

તારક મહેતા ફેમ શૈલેષ લોઢાએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરી છે 

ફોટોમાં તેમને રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

આ ફોટો શેર કરતા શૈલેષે લખ્યું, "પ્રભુજીથી મોટી કૃપા શું હોઈ શકે, હું ચોક્કસપણે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તે ક્ષણોનો સાક્ષી બનીશ."  

“આજે આ પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ મેળવીને મને ખૂબ આનંદ થાય છે.” અભિનેતાની આ પોસ્ટ જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે.