હાલમાં જ એપલના સીઈઓ ટિમ કૂકે માધુરી દીક્ષિત સાથે રેસ્ટોરન્ટમાં વડાપાઉં ખાધા હતા. આ પછી આ રેસ્ટોરન્ટ ચર્ચામાં આવી છે
જે રેસ્ટોરન્ટનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે સ્વાતિ સ્નેક્સના નામથી પ્રખ્યાત છે.તે 60 વર્ષ પહેલા મીનાક્ષી ઝાવેરી નામની સિંગલ મધર દ્વારા બનાવવામાં આવી હતી
અંબાણી પરિવાર ની ત્રણ પેઢીઓ સ્વાતિ સ્નેક્સ માંથી ખોરાક ખાઈ રહી છે અને અંબાણી પરિવાર અહીંના સ્વાદના દીવાના છે
મુકેશ અંબાણીને સ્વાતિ સ્નેક્સનું ફૂડ એટલું પસંદ છે કે તેઓ અઠવાડિયામાં એકવાર અહીંથી ફૂડ ઓર્ડર કરે છે
અંબાણીથી લઈને તબલાવાદક ઝાકિર હુસૈન અને પ્રખ્યાત ચિત્રકાર એમએફ હુસૈન પણ આ રેસ્ટોરન્ટના ગ્રાહકોની યાદીમાં સામેલ છે
આજે મુંબઈમાં આ રેસ્ટોરન્ટના ચાર આઉટલેટ છે. જેમાંથી 2 શાખા અમદાવાદમાં અને 1 મુંબઈના નરીમાન પોઈન્ટમાં અને એક સાંતાક્રુઝમાં છે.