શૈલીની વાત હોય કે સંસ્કૃતિને અનુસરવાની વાત હોય, અંબાણી પરિવાર દરેક બાબતમાં સૌથી આગળ છે 

મુકેશ અંબાણીની માતા કોકિલા અંબાણીથી લઈને પરિવારની દરેક મહિલાને મોંઘા કપડા, ઘરેણાં અને બેગનો ખૂબ શોખ છે 

સ્ટાઈલની વાત કરીએ તો અંબાણી પરિવારની મહિલાઓ બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે 

કોકિલા બેન અંબાણી ના કલેક્શનમાં ચેનલ બ્રાન્ડ થી લઇ ને હર્મેસ બ્રાન્ડની મગરના ચામડાની બેગનો સમાવેશ થાય છે 

નીતા અંબાણીનું કલેક્શન કોઈનાથી છુપાયેલું નથી.કહેવાય છે કે નીતા અંબાણીને YSL બ્રાન્ડનું કલેક્શન ખૂબ પસંદ છે 

આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણીને પણ મોંઘી વસ્તુઓનો ખૂબ શોખ છે. તેના કલેક્શનમાં લાખોની કિંમત ની સાડી, બેગ અને હીલ્સનો સમાવેશ થાય છે

ઈશા અંબાણી દરેક ઈવેન્ટમાં એકથી વધુ ડિઝાઈનર કપડા પહેરીને પહોંચે છે. જો કે તે પોતાનું જીવન ખૂબ જ ખાનગી રાખે છે

રાધિકા મર્ચન્ટે અનંત અંબાણી સાથે સગાઈ કરી છે. તાજેતરમાં તેની પાસે લાખોની કિંમતની બેગ જોવા મળી હતી