આ 7 ઘરેલુ ઉપચાર દૈનિક જીવનમાં ખુબજ જરૂરી છે 

તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી ઍસિડિટી મટે છે.

જીરાનું ચૂર્ણ ખાવાથી આંખોની ગરમી દૂર થાય છે.

શિયાળામાં કૌંચાપાક બળવર્ધક છે.

અઠવાડિયામાં એક વખત 15 થી 20 મિનિટ ધ્યાનમાં બેસો. પોતાના મનનાં વિચારોને પારખો. આપણી અડધી ઉપાધિ માનસિક હોય છે. તેનો રામબાણ ઈલાજ ધ્યાન છે.

દ્રાક્ષના સેવનથી પેટની ગરમી દૂર થાય છે તેમજ પેટ સાફ થાય છે અને આંખોનું તેજ વધે છે.

નહાવાનાં પાણીમાં ખસ કે ગુલાબજળ નાખીને નહાવાથી શરીરમાં ઠંડક લાગશે.

મન ખૂબ સ્ટ્રેસમાં હોય તો ઊંડા શ્વાસ લો જેથી મન હળવું બનશે.