હાલમાંજ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્ન ના બંધન માં બાંધ્યા છે. આ દરમિયાન અભિનેત્રીએ બેજ રંગનો લહેંગા પહેર્યો હતો. એક્ટ્રેસના સિમ્પલ લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે 

કિયારા અડવાણીએ પણ તેના લગ્નમાં ઘેરા રંગ નો નહીં પણ હળવા ગુલાબી રંગનો આઉટફિટ પહેર્યો હતો. આ લહેંગામાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી 

આલિયા ભટ્ટે પણ તેના લગ્ન માં સબ્યાસાચી ની આઈવરી કલર ની સાડી પહેરી હતી. આ સાથે તેને હેવી જ્વેલરી સાથે ન્યૂનતમ મેકઅપ કર્યો હતો.

બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીનો વેડિંગ લૂક પણ ખાસ હતો. અભિનેત્રીએ હળવા રંગનો લહેંગા પસંદ કર્યો હતો

અનુષ્કા શર્માએ લગ્ન માટે પિંક કલરનો લહેંગા પસંદ કર્યો હતો. આ લુક માં અભિનેત્રી ખુબજ સુંદર લાગતી હતી  

અંકિતા લોખંડેએ લાઈટ ગોલ્ડન કલરનો લહેંગા પહેર્યો હતો. અભિનેત્રીએ પોતાનો લુક સંપૂર્ણપણે રોયલ રાખ્યો હતો.

ગાયિકા નેહા કક્કરે લગ્ન માટે બે લુક અપનાવ્યા હતા. જેમાં એક માં ઘેરો રંગ અને બીજા લુક માં લાઈટ પિંક કલર હતો

અભિનેત્રી કરિશ્મા તન્નાએ પેસ્ટલ પિંક કલરનો લહેંગા પહેર્યો હતો. આ લહેંગાને હેવી વર્ક અને સ્ટોન થી સજાવવામાં આવ્યો હતો