પૂર્વ મિસ વર્લ્ડ બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય નો જન્મ આર્મી પરિવારમાં થયો છે. તેમના પિતા ભારતીય સેનામાં અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. 

બોલિવૂડ અભિનેત્રી, પ્રિયંકા ચોપરાના પિતા અશોક અને માતા મધુ, બંને ભારતીય સેનામાં ડોક્ટર હતા 

અનુષ્કા શર્માના  પિતા અજય કુમાર શર્મા ભારતીય સેનામાં કર્નલ હતા. 1999માં ઐતિહાસિક કારગિલ યુદ્ધમાં તેઓ દુશ્મનો સામે લડ્યા હતા 

પ્રીતિ ઝિંટા ના પિતા દુર્ગાનંદ ઝિંટા ભારતીય સેનામાં મેજર હતા. જોકે, તેના પિતાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. 

સુષ્મિતા સેનના પિતા વિંગ કમાન્ડર શુબીર સેન ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર હતા.

નિમરત કૌરના પિતા આર્મીમાં એન્જિનિયર હતા. તેના પિતાનું કાશ્મીરમાં આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. બાદમાં નિમરતના પિતા શહીદ થયા હતા. 

બોલીવુડમાં પોતાની અભિનય કૌશલ્ય ફેલાવનાર અભિનેત્રી ગુલ પનાગના પિતા હરચરનજીત સિંહ પનાગ ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ છે 

બોલિવૂડ અભિનેત્રી લારાના પિતા એલ. ના. દત્તા 'ઇન્ડિયન એરફોર્સ'માં વિંગ કમાન્ડર રહી ચૂક્યા છે. આ ઉપરાંત  લારાની બહેન ચેરીલ દત્તા પણ આર્મ્ડ ફોર્સમાં સેવા આપી રહી છે