બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને તેના માતા-પિતા પ્રેમથી 'મીઠુ' કહેતા હતા. કેટલાક નજીકના લોકો અભિનેત્રીને 'પિગી ચોપ્સ' પણ કહે છે.
સોનમ કપૂરે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેના પિતા અનિલ કપૂર તેને પ્રેમથી 'જિરાફ' કહે છે.
વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચનનું હુલામણું નામ પણ ખૂબ જ ફની છે. બાળપણમાં ઐશ્વર્યાના પરિવારજનો તેને પ્રેમથી 'ગુલ્લુ' કહીને બોલાવતા હતા.
અભિનેત્રી અનુષ્કા શર્માનું હુલામણું નામ ખૂબ જ અનોખું છે. બાળપણમાં અનુષ્કાને 'નુષ્કેશ્વરી’'ના નામથી બોલાવવામાં આવતી હતી. વાત-વાતમાં પરિવારજનોએ તેનું નામ ટુંકાવીને 'નુશ્કી' કરી નાખ્યું.
અભિનેત્રી કરીના કપૂરને ફેન્સ 'બેબો'ના નામથી બોલાવે છે. કરીના કપૂરને આ નામ તેના પરિવારના સભ્યોએ આપ્યું હતું.