રોહિત શેટ્ટી નો શો 'ખતરો કે ખિલાડી' તેની 13મી સીઝન સાથે દસ્તક આપવા માટે તૈયાર છે.

'બિગ બોસ 13'ના આસિમ રિયાઝ 'ખતરો કે ખિલાડી 13' માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો, સાથે જ મેકર્સ મોં માંગી કિંમત ચૂકવવા તૈયાર છે.

બોલિવૂડ એક્ટર અધ્યયન સુમનનું નામ પણ 'ખતરો કે ખિલાડી 13' માટે સામે આવ્યું છે.

સનાયા ઈરાનીનું નામ પણ  'ખતરો કે ખિલાડી 13' માટે સામે આવ્યું છે.

શ્રીજીતા ડે વિશે એવા સમાચાર છે કે તેને 'ખતરો કે ખિલાડી 13' માટે અપ્રોચ કરવામાં આવી છે. જોકે અભિનેત્રી તરફથી ઓફર પર હજુ સુધી હા કે ના કહેવામાં આવી નથી.

'બિગ બોસ 16'ના સમયથી સમાચાર છે કે શિવ ઠાકરે 'ખતરો કે ખિલાડી 13'નો ભાગ બની શકે છે.

રિપોર્ટ અનુસાર શિવ ઠાકરેની જેમ સૌંદર્યા શર્માનું નામ પણ 'ખતરો કે ખિલાડી 13' માટે કન્ફર્મ થયું છે.

ઉર્ફી જાવેદ વિશે એવું કહેવામાં આવ્યું હતું કે 'ખતરો કે ખિલાડી 13' માટે તેનું નામ કન્ફર્મ થઈ ગયું છે. જો કે, અભિનેત્રી શોનો ભાગ બનશે કે નહીં તે હજુ સુધી કન્ફર્મ થયું નથી.