ગઈકાલે દિલ્હીમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓને સન્માનિત કર્યા હતા. આલિયા ભટ્ટને તેનો પહેલો નેશનલ એવોર્ડ તેની લોકપ્રિય ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે
કૃતિ સેનનને ફિલ્મ 'મિમી' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ વખતે આ કેટેગરી માં બે અભિનેત્રીઓ ને આ એવોર્ડ મળ્યો છે
સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. અલ્લુ અર્જુનને આ એવોર્ડ તેની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' માટે મળ્યો છે..
પલ્લવી જોશીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. પલ્લવી જોશીને તેની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
આર માધવનની ફિલ્મ 'રોકેટરીઃ ધ નામ્બી ફેક્ટરી'ને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ લેવા આર માધવન સ્ટેજ પર આવ્યો હતો
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ 'શેરશાહ'ને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મના નિર્માતા કરણ જોહર આ એવોર્ડ લેવા આવ્યો હતો.