ગણપતિ દર્શન માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે શાહરૂખ ખાન પણ જોવા મળ્યો હતો 

મુખ્યમંત્રી એકનાથ શિંદે ના ઘરે બાપ્પા ના આશીર્વાદ લેવા સલમાન ખાન પણ પહોંચ્યો હતો આ દરમિયાન સલમાન ખાન તેની બહેન અને જીજાજી સાથે જોવા મળ્યો હતો 

આ ઈવેન્ટમાં જાણીતી સિંગર આશા ભોસલે પણ જોવા મળી હતી. આ દરમિયાન આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોસલે પણ તેમની સાથે જોવા મળી હતી.

બોલિવૂડ એક્ટર આયુષ શર્મા તેની પત્ની અર્પિતા શર્મા સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે ના ઘરે પહોંચ્યો હતો. અર્પિતા અને આયુષ એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. 

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ તેની પત્ની પત્રલેખા સાથે મુખ્યમંત્રી ના ઘરે બાપ્પા ના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો 

બોની કપૂર પણ તેની દીકરી ખુશી કપૂર સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે ના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન ખુશી કપૂર સાડી પહેરેલી જોવા મળી હતી. 

'ધ કેરળ સ્ટોરી' ફેમ અદા શર્મા પણ આ પૂજામાં સામેલ થઈ હતી. આ દરમિયાન અદા શર્મા દેસી લુકમાં જોવા મળી હતી. 

આ પૂજા દરમિયાન ઈશા ગુપ્તા અને અવનીત કૌર પણ દેસી લુકમાં જોવા મળ્યા હતા