ઘણું ખરૂ બધા વ્યાધિઓમાં કામ આવતી વેલાવાળી વનસ્પતિ હોવાથી તેનું સંસ્કૃત નામ અમૃતા છે. બીજા કોઈ પણ ઝાડ પર તેના વેલા ચડી જાય છે. ખાસ કરીને કડવા લીમડા પરની ગળો ઉત્તમ હોય છે એવી માન્યતા છે. તેના પાન પીપળના પાન જેવા હોય છે.
ગળો ઉપયોગ
શરીરના વાયુ, પિત્ત, કફ આ ત્રણેય દોષોના વિકારોને દૂર કરી શરીરને તંદુરસ્ત બનાવે છે. ઘી સાથે વાને, ગોળ સાથે કબજીયાત ને, સાકર સાથે ગરમીને, મધ સાથે કફને, દિવેલ કે સુંઠ સાથે આમવાતને મટાડે છે.
ગળો ઉપયોગ
ગળો, ગોખરૂ, આંબળા આ ત્રણેય સરખે ભાગે લઈ ચૂર્ણ કરી સાકર તથા ઘી સાથે રોજ ખાવાથી કદી બિમા૨ થઈ વૈદ્યને ઘેર જવું પડતું નથી.
ગળો ઉપયોગ
ગળોનું સત્વપણ ઘણું ઉપયોગી છે. આજકાલ મીઠી પેશાબ રોગ ઘણા જોવા મળે છે. તેમાં ગળો ઘણું સારૂ કામ આપે છે.
ગળો ઉપયોગ
ગળાના વેલા ઉપર પર્ણો માત્ર ચોમાસા પૂરતા રહે છે પછી પર્ણ રહિત થઈ જાય છે.