ગઈકાલે દિશાએ તેનો 31મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. આ દરમિયાન દિશાને ઘણી બર્થડે વીશ પણ મળી
વાસ્તવમાં, આ વીશ અન્ય કોઈની નહીં પણ ટાઈગર શ્રોફની છે, જે દિશાના ખૂબ જ ખાસ મિત્ર હોવાનું કહેવાય છે.
ટાઈગરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર દિશા સાથે ની એક થ્રોબેક તસવીર શેર કરતાં, ટાઇગરે લખ્યું, તમારો આવનારો સમય સારો રહે તમારું હાસ્ય અને પ્રેમ વધારતા રહો. હેપી બર્થડે દિશા
ટાઇગર અને દિશાએ પહેલીવાર 2016માં મ્યુઝિક વીડિયો બેફિકરામાં સાથે કામ કર્યું હતું. જે બાદ તેમના અફેરના સમાચારો સામે આવવા લાગ્યા હતા
જે પછી ટાઇગર અને દિશાએ બાગી 2 માં પણ સાથે કામ કર્યું હતું. જ્યાં બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી