'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ તેના 4000 એપિસોડ પૂરા કર્યા છે.  આ સિદ્ધિની સમગ્ર ટીમે સાથે મળીને ઉજવણી કરી હતી 

શો ની સ્ટારકાસ્ટે તેમના સોશિયલ મીડિયા પર આ ઉજવણી ની તસવીરો શેર કરી છે. 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નું પ્રસારણ વર્ષ 2008માં શરૂ થયું હતું અને ત્યારથી તે સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે.

આ શોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં અલગ-અલગ સંસ્કૃતિ દર્શાવવામાં આવે છે. 

વૃદ્ધો, યુવાનો, બાળકો, મહિલાઓ... આ શો દરેક પ્રેક્ષકોનો પ્રિય છે. આ શો પરિવાર કેન્દ્રિત છે.

આ શોના નિર્માતા અસિત કુમાર મોદીએ શોની સફળતા પર કહ્યું, '4,000-એપિસોડ પૂરા કરવા એક શાનદાર અનુભવ છે.’ 

આ સાથે તેમને જણાવ્યું કે ‘શોની આ સફળતા એક સામૂહિક સિદ્ધિ છે. અમારી ટીમ પ્રેક્ષકોની આભારી છે.’. 

આ શો માં દિલીપ જોશી, મુનમુન દત્તા, શ્યામ પાઠક, અમિત ભટ્ટ જેવા કલાકારો છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યા છે.