સદાહરિત વિશાળ વૃક્ષ કોઠીનાં ઝાડ ગુજરાતમાં બધે જોવા મળે છે. તેના પર ગોળ લાડવા જેવા ફળ લાગે છે, તેનું છોડું કઠણ હોય છે.
કોઠી ઉપયોગ
પાકું કોઠીનું ફળ ઘણું સુગંધીદાર અને સ્વાદિષ્ટ હોય છે. તેમાં ગોળ અથવા સાકર નાખી ચટણી બનાવી ખાવાના ઉપયોગમાં લેવાય છે.
કોઠી ઉપયોગ
પાકા કોઠીનો મુરબ્બો પણ થાય છે. શરીર પર પિત્તનાં ઢીમણાં પર કોઠીના પાનની ચટણી બનાવી લગાડવાથી આરામ થાય છે.
કોઠી ઉપયોગ
સ્ત્રીઓના પ્રદરમાં કોઠી તથા વાંસના પત્તાનું ચુર્ણ મધમાં આપવાથી સારો ફાયદો થાય છે. સવારના પહોરમાં પાકાં કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત જેવું બનાવી પી જવું. આ પ્રમાણે ૧૫ દિવસ પીવાથી હરસ મસા નાબૂદ થાય છે.