આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

સૂકા, રણ પ્રદેશમાં ખારાશ વાળી જમીનમાં જોવા મળતું સદાહરિત વૃક્ષ છે. પાન લંબગોળ લીલા ચળકતા જાડા હોય છે ખારીજાર ને Salvadoa persic કહે છે. અંગ્રેજીમાં ટૂથબ્રશ ટ્રી તરીકે જાણીતું છે. પીલુડીને વરખડી પણ કહે છે. આ વૃક્ષનું આયુષ્ય લાંબુ હોય છે.

પાનનો રસ સ્કર્વી રોગના ઉપરચારમાં વપરાય છે. પીલુડીમાં એક જાતનું રસાયણ છે જે દાંત અને પેઢાને મજબૂત બનાવે છે તેમજ સડો થતો અટકાવે છે.

તેનું તેલ સંધીવામાં માલીશ કરવા તથા પ્રકાંડ-છાલ ઝીણાં તાવ શક્તિ વધારવા, ગર્ભાશયના સ્ત્રાવ વધારવા વપરાય છે.

પીલુનાં બીમાં એક જાતનું તેલ હોય છે જે જામી ગયેલી સ્થિતિમાં હોય છે. આ તેલને ખાખણ કહે છે. એ ખવાતું નથી, પણ સંધીવામાં માલિશ કરવા વપરાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન