આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

સર્પગંધા એક સુગંધિત મૂળ વાળી ઔષધિ છે, જે ઘા, તાવ, પેટ માં દુખાવો, અનિંદ્રા, ઉચ્ચ રક્તચાપ, મીરગી અને મગજ ના રોગો વગેરે માં લાભકારી સાબિત થાય છે. તેના છોડ ની ઊંચાઈ 1.5 મીટર સુધી ની હોય છે, સાથેજ પાન ની લંબાઈ 8 થી 15 સેમી સુધી હોય છે. નાનો રૂવાટીવાળો છોડ બગીચા - ઘર આંગણે ઉછેરવામાં આવે છે. એક ગાંઠ ઉપર પાન ચક્રાકાર અને આધાર પર સાંકડા હોય છે. ફૂલ સફેદ અને ગુલાબી તથા ગુચ્છામાં થાય છે. શોભાના છોડ તરીકે કુંડામા પણ ઉછે૨વામાં આવે છે.

સર્પગંધા ઉપયોગ મૂળ નિંદ્રકા૨ી, પીડાકાર, ઉન્માદમાં ખાસ અસરકારક રક્ત સ્ત્રાવ ઘટાડવામાં અસરકાર છે.

મૂળનો ઉકાળો કષ્ટ પ્રસુતિમાં ગર્ભાશયનું હલનચલન વધારવા, આંતરડાના દુખાવામાં અને પાનનો રસ ખાંખની કીકીની છારી મટાડવા વપરાય છે.

આયુર્વેદિક દવાઓ ને બનાવવામાં સર્પગંધા નો પ્રયોગ કરવામાં આવે છે

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન