જમીન ઉપર ફેલાતી રસદાળ વનસ્પતિ દરેક જગ્યાએ જોવા મળે છે. જેના પાન અનિયમીત જોડીમાં દરેક ગાંઠ ઉપર લંબગાળો અને જાડા હોય છે. જાંબલી રંગના ફૂલ બારેમાસ જોવા મળે છે.
મૂળનો ઉપયોગ દમ, પેટના દર્દો, કમળો, મસા, હૃદયરોગ, કફ માટે દવામાં વપરાય છે.
પાનમાં પુર્નજીવન નામનો આલ્કલાઈડ થાય છે. જે મૂત્રવિરેચક છે અને જલંધર, કમળો અથવા પ્રમેહમાં વપરાય છે.
નેત્રરોગ માટે: મૂળને ઘી સાથે ઘસી આંખમાં આંજવાથી લાભ થાય છે.