આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

નાનો છોડ પડતર રેતાળા જમીનમાં પથરાયેલો જોવા મળે છે. પાન ભાલાકાર અને ફૂલ સફેદ જાંબલી રંગના હોય છે. આખા છોડ ઉપ૨ સૂક્ષ્મ રૂંવાટી હોય છે. શંખના જેવા આકારનું સફેદ ફૂલ હોવાને કારણે આ ફૂલને શંખપુષ્પી કહેવામાં આવે છે.

પાનનો અર્ક જ્ઞાનતંતુ માટે તીવ્ર શક્તિવર્ધક અને તાવ રોધક છે.

પાનની ધુણી દમ અને શ્વાસના રોગોમાં ઉપયોગી છે.

તે એક એવી જડીબુટ્ટી છે જે મગજ ને સ્વસ્થ રાખવાની સાથે સાથે બીજી અનેક બીમારીઓમાં ઉપયોગી નીવડે છે.

શંખપુષ્પીની ખાસ બાબત એ છે કે તે મગજને ખુબ જ તેજ બનાવે છે અને માનસિક રોગોમાં ખુબ જ અસર કરે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન