શતાવરી વેલા કાંટાવાળા ૨-૪ ફૂટ ઊંચા વધે છે. તેના ૫૨ સુવાના છોડ જેવાં પાન ઝીણાં પાતળા આવે છે. ડાળીના મૂળથી છોડવા સુધી બન્ને બાજુ પાન તાંતણાં જેવા ફેલાયેલા રહે છે. તેના પર સફેદ રંગના નાના સુવાસવાળા ફૂલો આવે છે. તેના છોડ પર ઝીણાં કાંટા હોય છે. ચણી બોર જેવા નાના ફળ આવે છે. જે પાકેથી લાલ થઈ જાય છે. એના સો થી હજાર મૂળો હોય છે. જે શીંગો જેવા હોય છે.
આ મૂળ દવામાં વપરાય છે. શતમુળીયાં સહસ્તમૂળી તેનું નામ તેના મૂળો પરથી પડ્યુ છે.
મૂળ ખોદવાથી સુતરના તાંતણાંના ઝુમખા જેવા ઝુમખા નીકળે છે.
મૂળ પરથી પીળી પાતળી છાલ કાઢી નાખવાથી અંદર સફેદ રંગની શીંગ જોવા મળે છે. તે મધુર લાગે છે.
જનનીને દૂધ વધારવા તેનો પાવડર દૂધમાં પીવડાવવો જોઈએ પુષ્ટિ તથા ધાતુ વૃદ્ધિ માટે દૂધમાં એક ચમચી ચૂર્ણ ઉકાળીને નિત્ય પીવાથી ફાયદો થાય છે.
રક્ત શુદ્ધિ માટે તેનું શરબત બનાવી વપરાય છે.