વેલાની જેમ આધાર સાથે ચઢતું મધ્યમ આકારનું વૃક્ષ જંગલમાં થાય છે. આયુર્વેદમાં શિકાકાઈનું ઘણું મહત્વ છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને અન્ય એન્ટી ઑકિસડન્ટ ગુણો હોય છે જે વાળના વિકાસમાં મદદ કરે છે. એટલું જ નહીં વાળની અન્ય સમસ્યાઓ પણ તેના ઉપયોગથી દૂર થઈ જાય છે.
શિકાકાઈ ઉપયોગ પાન અને થોડા ફળનો ઉકાળો ઓછી માત્રામાં ગાળીને રાહત આપનાર તથા વધુ માત્રામાં રેચક અને ઉલટી કરાવનાર તરીકે વપરાય છે.
શિકાકાઇમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે હંમેશા ખોડામાંથી છૂટકારો અપાવવાનું કામ કરે છે.
આ ઉપરાંત વાળના બ્લડ સર્કુલેશનને પણ સારું બનાવે છે જેના કારણે વાળ ખરતા બંધ થઇ જાય છે અને સાથે વાળ ઝડપથી વધે છે.