સીતાફળનું ઝાડ બધે થાય છે. તેનું ઝાડ ૧૦ ફૂટ જેટલું ઊંચુ હોય છે. તેના પાન અસોપાલવ જેવાં હોય છે. ચાર પાંચ વર્ષે તેના ઉપર ફૂલો શ્રાવણ માસ થી આસો સુધી અને ફળ આસો કારતક બેસે છે. સીતાફળ અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ અને સુગર એપલ તરીકે ઓળકાય છે. તેમાં કેલ્શિયમ, આર્યન અને ફોસ્ફરસ પ્રચૂરમ માત્રામાં છે.
સીતાફળના બિયાંનો ઉપયોગ વાળમાંની જૂંનો નાશ કરવા માટે વપરાય છે.
સીતાફળ એનર્જીનું સ્ત્રોત છે. તેના સેવનથી થાક દૂર થાય છે અને સ્નાયુઓ મજબૂત થાય છે.
સીતાફળનું સેવન દાંત માટે પણ લાભદાયી છે. નિયમિત ખાવાથી પેઢામાં થતા દુખાવાથી રાહત થાય છે.
વારંવાર ચિડાઇ જવાની સ્વભાવવાળી વ્યક્તિ માટે સીતાફળનું સેવન ગુણકારી છે.