આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

મધ્યમ કદનું સદાહરિત વૃક્ષ પાનખર ભેજવાળા જંગલોમાં જોવા મળે છે. તેનું થડ કાળું હોય છે. ડાળીઓ નીચે તરફ ઝૂકેલી, છાલ કાળી ખરબચડી તથા પાન સામ સામે ચળકાતા હોય છે. આછા જાંબલી રંગના ફુલ તથા જાંબલી કાળા રંગના ફળ થાય છે. પાકટ લાકડા તથા મૂળના ભાગમાં સુગંધિત દ્રવ્ય હોય છે. ૧૫ વર્ષે પરિપક્વ થાય છે. પરંતુ ૪૦ વર્ષનું ચંદન ઉત્તમ મનાય છે.

લાકડું પાણીમાં ઘસી માવો બનાવી માથાનો દૂ:ખાવો, તાવ, સોજો દર્દ દૂર કરવામાં તેમજ તેલ, પ્રમેહ, પેશાબની નળી, કોથળીનો સોજા અને પથરીના દર્દમાં વપરાય છે.

ચંદનનો ઉપયોગ પ્રાચીન સમયથી આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે.

ચંદન એક સુખદ સુગંધ ધરાવે છે, જેની ગંધ મગજના રાસાયણિક સ્તરની અસામાન્ય હિલચાલને ઘટાડે છે અને તમને સારું લાગે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન