વડનું ઝાડ બહુ મોટું અને ઘટાદાર હોય છે. તે ઝાડને પૂજ્ય માનેલું છે. વટ સાવિત્રીના વ્રત વખતે તરૂણી કુમારીકાઓ આ ઝાડની પૂજા કરે છે. આ ઝાડની શીતળ છાયામાં હજારો માણસો ઉનાળામાં આશ્રય લે છે. ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે શુકલતીર્થ પાસે મોટો જૂનો કબીર વડ છે. તેને સાડા ત્રણસો વડવાઈઓ છે. આ વડની નીચે પાંચ હજાર માણસો આરામ લઈ શકે છે. વડના ઝાડના ડાળમાંથી વડવાઈઓ ફૂટીને જમીન તરફ વધતી જઈ જમીનમાં મુળ નાખે છે. જેથી વડનો વિસ્તાર વધતો જાય છે.