બોલિવૂડ અને ટીવી જગતમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત શરૂ થઈ ગયું છે.

અર્જુન બિજલાનીની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે પત્ની અને પુત્ર સાથે ગણપતિને ઘરે લઈ જઈ રહ્યો છે.

અર્જુન બિજલાની સાથે નેહા સ્વામીએ પણ ગણપતિની મૂર્તિ ઉપાડી હતી. 

અર્જુન બિજલાની અને નેહા સ્વામીએ ખૂબ જ ભવ્ય રીતે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.

આ દરમિયાન બન્ને ગણપતિ બાપ્પા મોરિયા ના નારા લગાવતા જોવા મળ્યા હતા  

દંપતીએ તેમની કારની પાછળની સીટમાં ગણપતિ બાપ્પા ની મૂર્તિ મૂકી હતી.

અર્જુન બિજલાની દર વર્ષે પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરે છે. તે બાપ્પા માં ખૂબ માને છે. તેમના ઘરે પણ બાપ્પાની મોટી મૂર્તિ છે.

નેહા સ્વામી અને અર્જુન બિજલાનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.