અભિનેત્રી ઉર્ફી જાવેદ તેની વિચિત્ર શૈલી અને અતરંગી ફેશન સેન્સથી લોકોના હોશ ઉડાવતી રહે છે.
ઉર્ફી દર વખતે આવા અનોખા આઉટફિટ બનાવે છે, જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
આ દરમિયાન ઉર્ફી જાવેદની નવી તસવીરો સામે આવી છે. જેમાં ઉર્ફી જાવેદ માથાથી પગ સુધી બ્લુ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે
આ આઉટફિટમાં ઉર્ફીએ આંખો, નાક, મોં અને આંગળીઓ માટે કટઆઉટ ડિઝાઇન કરી છે.
ઉર્ફીએ આ આઉટફિટ સાથે લાલ રંગની હાઈ હીલ્સ પણ પહેરી છે.અભિનેત્રીના આ અસામાન્ય આઉટફિટને જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે
આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "માસ્ક ઓન."
જેવી ઉર્ફી જાવેદ આ આઉટફિટ પહેરીને ઘરની બહાર નીકળી, તે પાપારાઝીના કેમેરામાં કેદ થઈ ગઈ.
આ તસવીરો સામે આવ્યા બાદ લોકો ઉર્ફી જાવેદની મજાક ઉડાવી રહ્યા છે.એક યુઝરે તો ઉર્ફીને 'કોઈ મિલ ગયા'નો 'જાદુ' ગણાવ્યો.