આ સમયે આખું ભારત ગણપતિ બાપ્પાની પૂજામાં મગ્ન છે. આ દરમિયાન બોલિવૂડના તમામ સ્ટાર્સ એક પછી એક ગણપતિ બાપ્પાના દર્શન કરવા જઈ રહ્યા છે. 

ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ તેની અનોખી ફેશન અને ડ્રેસિંગ સેન્સ માટે અવારનવાર લોકોમાં ચર્ચાનો વિષય રહે છે. 

બોલિવૂડ સ્ટાર્સ બાદ ઉર્ફી જાવેદ ગણપતિ બાપ્પાના દર્શન કરવા લાલબાગચા રાજા પહુંચી હતી 

ઉર્ફી જાવેદને જોતા તરત જ પાપારાઝી સક્રિય થઈ ગયા અને તેને તેમના કેમેરામાં કેદ કરવા લાગ્યા.. 

લાલબાગચા રાજાના દર્શન વખતે ઉર્ફી જાવેદે પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો.

ઉર્ફી જાવેદે તેના દુપટ્ટા વડે તેનો ચહેરો ઢાંક્યો હતો. પરંતુ દુપટ્ટો પારદર્શક હોવાને કારણે તેનો ચહેરો દેખાતો હતો.

ઉર્ફી જાવેદ ખુલ્લા પગે લાલબાગચા રાજા ના દર્શન કરવા પહુંચી હતી.

ઉર્ફી જાવેદે ગણપતિ બાપ્પાની આરતી પણ કરી હતી.