છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલી પીઢ અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 67 વર્ષની વયે નિધન થયું છે.
'નીમા ડેન્ઝોંગપા'માં તેની કો-સ્ટાર સુરભી દાસે ભૈરવીના મૃત્યુની પુષ્ટિ કરી છે.
હિન્દી અને ગુજરાતી ફિલ્મો સિવાય ભૈરવી કેટલાક ટીવી શોમાં પણ જોવા મળી હતી.
45 વર્ષ સુધી એક્ટિંગની દુનિયામાં સક્રિય રહેનારી ભૈરવીએ તાલ ફિલ્મથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો
આ ફિલ્મમાં ભૈરવી વૈદ્ય એ જાનકીની ભૂમિકા ભજવી હતી.જેમાં તેમના કામના ખૂબ વખાણ થયા હતા.
ભૈરવીએ સલમાન ખાનની ફિલ્મ ચોરી-ચોરી ચુપકે-ચુપકેમાં પણ કામ કર્યું હતું.
ભૈરવી વૈદ્ય એ સ્કેમ 1992 ફેમ અભિનેતા પ્રતીક ગાંધી સાથે પણ કામ કર્યું છે.
ભૈરવી હાલમાં જ ટીવી શો ‘નીમા ડેન્ઝોંગપા’ માં જોવા મળી હતી.