સાઉથ ફિલ્મોના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક વિજય દેવરાકોંડા આજે તેનો 34 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે.
વિજય દેવરાકોંડાએ 2011માં રોમેન્ટિક કોમેડી 'નુવિલા'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ હીરો તરીકે પહેલી તક 2016માં મળી
આજે વિજય દેવરાકોંડા ની ગણતરી સાઉથના સૌથી મોંઘા અને ઈન-ડિમાન્ડ એક્ટર્સમાં થાય છે. એવી ચર્ચા છે કે તે એક ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
તે માત્ર એક્ટર જ નથી પણ એક અદભૂત બિઝનેસમેન પણ છે.તે માત્ર ફિલ્મોમાંથી જ નહીં પરંતુ અન્ય બાબતોમાં રોકાણ, બ્રાન્ડ અને એન્ડોર્સમેન્ટ થી પણ કમાણી કરે છે
વિજય દેવરાકોંડા પાસે રાઉડી યુ નામની પોતાની કપડાંની બ્રાન્ડ છે. અભિનેતાએ આ કપડાનો વ્યવસાય 2019-20માં શરૂ કર્યો હતો.
વિજય દેવરાકોંડા હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ સ્થિત એક આલીશાન મકાનમાં રહે છે, જેની કિંમત 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે
અભિનેતા પાસે લક્ઝરી વાહનોનું કલેક્શન પણ છે. જેમાં રેન્જ રોવર, મર્સિડીઝ બેન્ઝ અને ઓડી જેવી કાર સામેલ છે. વિજય દેવરાકોંડા પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે