મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ વર્ષ 1973માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. જો અંબાણી પરિવારની નેટવર્થ  83.4 અબજ ડોલર છે 

વર્ષ 1988માં ગૌતમ અદાણીએ 'અદાણી ગ્રુપ'ની સ્થાપના કરી અને આજે તેઓ ભારતના બિઝનેસ ટાયકૂન તરીકે ઓળખાય છે. તેમની નેટવર્થ  47.2 બિલિયન ડોલર છે. 

'ગોદરેજ ગ્રુપ'ની સ્થાપના 125 વર્ષ પહેલાં વકીલ અરદેશિર ગોદરેજ દ્વારા 1897માં કરવામાં આવી હતી. ગોદરેજ પરિવારની કુલ સંપત્તિ 15 બિલિયન યુએસ ડોલર છે 

'હિંદુજા ગ્રુપ'ની સ્થાપના 1914માં પરમાનંદ હિન્દુજા દ્વારા કરવામાં આવી હતી. હિન્દુજા ગ્રૂપની કુલ નેટવર્થ રૂ. 98,305 કરોડ છે 

કપાસનો વેપાર કરતા શેઠ શિવ નારાયણ બિરલાએ વર્ષ 1857માં 'આદિત્ય બિરલા ગ્રુપ'ની સ્થાપના કરી હતી. બિરલા જૂથની કુલ સંપત્તિ રૂ. 96,000 કરોડ છે 

તમે 'DMart' નામ તો સાંભળ્યું જ હશે. તેની સ્થાપના વર્ષ 2002 માં રાધાકિશન દામાણી દ્વારા કરવામાં આવી હતી.દામાણી ની કુલ સંપત્તિ 15.3 બિલિયન ડોલર છે 

1966 માં સાયરસ એસ., પૂનાવાલાએ વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદન કંપની, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેમની કુલ સંપત્તિ 22.6 બિલિયન ડોલર છે 

શાપૂરજી પાલનજી ગ્રુપની સ્થાપના પાલનજી મિસ્ત્રીએ વર્ષ 1865માં કરી હતી. હાલમાં શાપૂરજી પાલનજી ગ્રુપનું સંચાલન પાલનજી મિસ્ત્રીના પુત્ર શાપૂર મિસ્ત્રી દ્વારા કરવામાં આવે છે, જેની નેટવર્થ આશરે US$ 32 બિલિયન છે.