ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકાએ તારીખ ૧૫મી મે તેમ જ ૧૬મી મે એટલે કે શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે વેક્સિનેશન કાર્યક્રમ રોકી દીધો છે. મુંબઈ મહાનગરપાલિકા પાસે પૂરતા પ્રમાણમાં વેક્સિનનો અભાવ છે. આ ઉપરાંત આગામી બે કે ત્રણ દિવસમાં મુંબઈ શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ પડી શકે એમ છે. આથી કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે મુંબઈ મહાનગરપાલિકાએ તકેદારીનાં પગલાં લીધાં છે.
બીજી તરફ અત્યારે માત્ર 44 વર્ષથી ઉપરની વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પણ એ લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેમણે વેક્સિનનો બીજો ડોઝ લેવાનો છે.
હવે સંજય ગાંધી નૅશનલ પાર્ક, બોરિવલી ખાતે ડ્રાઇવ-ઇન વેક્સિનેશન સેન્ટર બનશે
આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર રાજ્ય પાસે પૂરતા પ્રમાણમાં વેક્સિનની વ્યવસ્થા ન હોવાને કારણે તેમ જ નૈસર્ગિક તકલીફ દૂર થાય ત્યાં સુધી એટલે કે બે દિવસ સુધી વેક્સિનેશન કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે.