Cannes Film Festival Secrets| કાન્સમાં રેડ કાર્પેટ પર ચાલવા માટે આપવા પડે છે કરોડો રૂપિયા? ભારતીય ઇન્ફ્લુએન્સરે દુનિયા સામે જાહેર કર્યું કાન્સનું ડાર્ક સિક્રેટ!

Cannes Film Festival Secrets| કાન્સમાં રેડ કાર્પેટ પર ચાલવા માટે આપવા પડે છે કરોડો રૂપિયા? ભારતીય ઇન્ફ્લુએન્સરે દુનિયા સામે જાહેર કર્યું કાન્સનું ડાર્ક સિક્રેટ!
Cannes Film Festival Secrets| કાન્સમાં રેડ કાર્પેટ પર ચાલવા માટે આપવા પડે છે કરોડો રૂપિયા? ભારતીય ઇન્ફ્લુએન્સરે દુનિયા સામે જાહેર કર્યું કાન્સનું ડાર્ક સિક્રેટ!

 

News Continuous Bureau | Mumbai

Cannes Film Festival Secrets| વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ (Cannes Film Festival) ના રેડ કાર્પેટ પરથી સેલિબ્રિટીઝના ગ્લેમરસ ફોટા આપણે દર વર્ષે જોઈએ છીએ. પરંતુ આ ઝાકઝમાળ પાછળ અનેક એવા રહસ્યો છુપાયેલા છે જે સામાન્ય રીતે કોઈને ખબર નથી હોતી. બ્યુટી અને વેલનેસ ઇન્ફ્લુએન્સર તારિણી પેશાવરિયાએ (Tarini Peshawaria) સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કાન્સ ફેસ્ટિવલના આવા જ કેટલાક ચોંકાવનારા સિક્રેટ્સ પરથી પડદો ઉઠાવ્યો છે.

રેડ કાર્પેટ પર ફોટોગ્રાફર્સને આપવા પડે છે પૈસા

૪ વર્ષ પહેલાં કાન્સ ફેસ્ટિવલનો હિસ્સો બનેલી તારિણીએ ખુલાસો કર્યો છે કે રેડ કાર્પેટ માત્ર ૧ થી ૨ મિનિટ લાંબુ હોય છે. ત્યાં હાજર ફોટોગ્રાફર્સ આપમેળે દરેકના ફોટા નથી પાડતા, પરંતુ તેમને એડવાન્સ બુક કરવા માટે મોટી રકમ ચૂકવવી પડે છે. તારિણીએ જણાવ્યું કે, “મેં રેડ કાર્પેટ પર માત્ર ૭ વીડિયો અને ફોટા મેળવવા માટે ૪૦૦ યુરો (અંદાજે ૩૬,૦૦૦ થી વધુ) ચૂકવ્યા હતા.”

ઐશ્વર્યા અને ટોમ ક્રૂઝ માટે ખાસ સિક્યોરિટી

તેણે ઉમેર્યું કે દરેક સેલિબ્રિટી માટે રેડ કાર્પેટ એક સરખું નથી હોતું. જ્યારે હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝ આવ્યા ત્યારે ૧૦ મિનિટ સુધી કોઈને ત્યાં જવાની પરવાનગી નહોતી. તેવી જ રીતે, બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ની એન્ટ્રી વખતે પણ આખું રેડ કાર્પેટ માત્ર તેમના માટે જ ખાલી કરી દેવામાં આવે છે અને સિક્યોરિટી અત્યંત ટાઈટ હોય છે.

એક રાતનું ભાડું ૩ લાખ, મનીષ મલ્હોત્રાએ કરી હતી મદદ

તારિણીએ પ્રખ્યાત ‘હશેલ માર્ટિનેઝ’ (Hotel Martinez) નો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં બોલિવૂડની મોટાભાગની હિરોઈનો બાલ્કની અને દાદર પર ફોટોશૂટ કરાવે છે. આ હોટેલમાં માત્ર એક રાત રોકાવાનું ભાડું ૨ થી ૩ લાખ છે. તારિણીએ જણાવ્યું કે તેનો આ પ્રવાસ સ્પોન્સર્ડ હતો, નહીં તો આટલો મોટો ખર્ચ ઉઠાવવો અશક્ય હતો. આ સિવાય, આફ્ટર પાર્ટી માટે જ્યારે તે સાડી નહોતી પહેરી શકતી, ત્યારે ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પોતાની ટીમમાંથી એક વ્યક્તિને તેની મદદ માટે મોકલ્યો હતો.

👉 આ સમાચાર વાચો:
‘Maa Behen’ teaser out। માધુરી દીક્ષિતના ખાસ દિવસે સામે આવી ‘મા બહેન’ ની પહેલી ઝલક; નોટ કરી લો રિલીઝ ડેટ અને પ્લેટફોર્મનું નામ!

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!