Site icon News Continuous Bureau | Mumbai

Missing Link Accident। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર કાળમુખો અકસ્માત; ૩ ના કમકમાટીભર્યા મોત, ૪ ગંભીર, હાઇવે પર લાગ્યો કિલોમીટરો લાંબો જામ

Missing Link Accident। બસે ૩ ખાનગી વાહનોને જોરદાર ટક્કર મારતા સર્જાયો પ્રચંડ અકસ્માત; ગૅસ કટર વડે વાહનો કાપીને લોકોને બહાર કઢાયા, ૪ કલાકમાં સળંગ ૨ અકસ્માતોથી હાઇવે થંભી ગયો.

Mumbai-Pune Expressway: Tragic accident on newly opened 'Missing Link'; 3 dead, 4 critically injured

Mumbai-Pune Expressway: Tragic accident on newly opened 'Missing Link'; 3 dead, 4 critically injured

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Missing Link Accident। મુંબઈપુણે એક્સપ્રેસવે (MumbaiPune Expressway) પર વાહનચાલકોનો પ્રવાસ ઝડપી બનાવવા માટે નવનિર્મિત અને તાજેતરમાં જ શરૂ કરાયેલી ‘મિસિંગ લિંક’ (Missing Link) પર એક અત્યંત ભયાનક અને હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો છે. આ ભીષણ અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો પ્રચંડ હતો કે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો.

બસે ૩ ખાનગી વાહનો અને ટેમ્પોને કચડ્યા, ઓવરસ્પીડિંગની આશંકા

પ્રાથમિક માહિતી અનુસાર, મુંબઈ-પુણે હાઈવેના મિસિંગ લિંક વિસ્તારમાં એક બેકાબૂ બસે આગળ જઈ રહેલા ૩ ખાનગી વાહનો અને એક ટેમ્પોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે તમામ વાહનોના ફુરચેફુરચા ઉડી ગયા હતા. મિસિંગ લિંક માર્ગ શરૂ થયા બાદ વાહનોની સ્પીડ ખૂબ વધી ગઈ છે, જેના કારણે અતિવેગ (Overspeeding) અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગને લીધે આ દૂર્ઘટના ઘટી હોવાની આશંકા છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતકોની ઓળખ પટાવવાના પ્રયાસો કરી રહી છે.

ગૅસ કટરની મદદથી લાશો અને ઘાયલોને બહાર કઢાયા

અકસ્માત બાદ વાહનો એકબીજામાં એટલી ખરાબ રીતે ફસાઈ ગયા હતા કે અંદર બેઠેલા મુસાફરો લોખંડના પતરા વચ્ચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ‘હેલ્પ ફાઉન્ડેશન’ ની બચાવ ટીમ (Rescue Team) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવકર્તાઓએ ભારે જહેમત બાદ ગૅસ કટરની મદદથી ગાડીઓના પતરા કાપીને ઘાયલો અને મૃતકોને બહાર કાઢ્યા હતા. તમામ ૪ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે, જેમાંથી ૨ ની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

૪ કલાકમાં સળંગ ૨ અકસ્માતો, હાઇવે પર વાહનોની કતારો લાગી

ચોંકાવનારી વાત એ છે કે મિસિંગ લિંક પર માત્ર ૪ કલાકના ગાળામાં સળંગ ૨ અકસ્માતો સર્જાયા હતા. આ કારણે હાઇવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઈ હતી. પોલીસે કલાકોની જહેમત બાદ અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી હટાવીને પહેલા ત્રણ લેન અને ત્યારબાદ ચારેય લેન વાહનવ્યવહાર માટે ખુલ્લી કરાવી હતી. ટ્રાફિક હળવો કરવા માટે વાહનોને ડાયવર્ટ કરીને બીજી લેન પરથી છોડવામાં આવ્યા હતા. આ ભયાનક અકસ્માતે મિસિંગ લિંક પર સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે.

👉 આ સમાચાર વાચો:
India Weather Updates। એકતરફ કાળઝાળ ગરમી, બીજી તરફ મેઘરાજાની એન્ટ્રીની તૈયારી! કેરળમાં ચોમાસાનું વહેલું આગમન, મહારાષ્ટ્રમાં પારો ૪૫ ડિગ્રીને પાર; જુઓ વેધર અપડેટ

Lohagad Fort Murder Mystery લોહગઢ કિલ્લા હત્યા કેસનો ભેદ ઉકેલાયો ‘ડમી ટ્રાયલ’ (Dummy Trial) દ્વારા ખૂલી ગયું સિયા અને તેના પ્રેમીનું કારસ્તાન
Theft in Bhilwara રાજસ્થાનના ભીલવાડામાં ચોરીનો અજીબ કિસ્સો નરેન્દ્ર મોદીના માસ્ક પહેરીને આવ્યા ચોર, 40 મોબાઈલની ચોરી
POP Ganpati Idol Controversy મુંબઈ હાઈકોર્ટમાં POP ગણેશ મૂર્તિ વિસર્જનનો વિવાદ ફરી વકર્યો 1 જુલાઈએ મહત્વની સુનાવણી
Maharashtra Motor Vehicle Aggregator Rules મહારાષ્ટ્ર મોટર વાહન એગ્રીગેટર નિયમાવલી ખોરંભે મુસાફરોની લૂંટ અને એપ આધારિત ટૅક્સીઓની મનમાની યથાવત
Exit mobile version