News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ ‘વંદે ભારત એક્સપ્રેસ’ના અકસ્માતોનો સિલસિલો ચાલુ છે. ગુજરાતથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસની હડફેટે આવતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અકસ્માત ગુજરાતના આણંદ રેલવે સ્ટેશન પાસે મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યે થયો હતો. વંદે ભારત એક્સપ્રેસે રેલવે ટ્રેક ક્રોસ કરતી એક મહિલાને ટક્કર મારી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ થઈ છે. રેલવે પ્રશાસને માહિતી આપી હતી કે વંદે ભારત એક્સપ્રેસ ગુજરાતના ગાંધીનગર સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન તરફ આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.