News Continuous Bureau | Mumbai
બોલિવૂડના હેન્ડસમ હંક કાર્તિક આર્યેને બોલિવૂડમાં કોઈ પણ ‘ગોડફાધર’ વિના એક અલગ જ ઓળખ બનાવી છે. અભિનય અને દેખાવથી ચાહકોને ઘાયલ કરનાર કાર્તિક આર્યનનું (Kartik Aryan)નામ અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. છેલ્લી વખત કાર્તિક આર્યન અને સારા અલી ખાન વિશે સમાચાર હતા, પરંતુ હવે કાર્તિક આર્યનના જીવનમાં કોઈ બીજી સુંદરી ની એન્ટ્રી થઈ છે. જો કે, કાર્તિક તેના નવા સંબંધોને લોકોથી છુપાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યો છે.
કાર્તિક આર્યનનું નામ બોલિવૂડના ટોચના અભિનેતા રિતિક (Hrithik Roshan)રોશનના કાકા સંગીત નિર્દેશક રાજેશ રોશનની પુત્રી(Rajesh Roshan daughter) પશ્મિના રોશન(Pashmina Roshan) સાથે જોડવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિક આર્યનને પશ્મિના રોશન સાથે ઘણી વખત સ્પોટ (spot)કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમના અફેરના (affair)સમાચારો સામે આવ્યા હતા. બીજી તરફ, એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, કાર્તિક અને પશ્મિના અવારનવાર એકબીજાના ઘરે મળવા માટે જાય છે અને તેમના સંબંધો મિત્રતા કરતા વધારે છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંને પાપારાઝીથી(Paparazzi) બચવા માટે એકબીજાના ઘરે પહોંચ્યા બાદ પોતાની કાર પરત મોકલી દે છે.દિવાળીના(Diwali) દિવસે, કાર્તિક તેની નવી કારમાં પશ્મિના સાથે જુહુમાં(Juhu) જોવા મળ્યો હતો. હવે બંને વચ્ચે દોસ્તી(frindship) છે કે તેનાથી વધુ તે તો સ્ટાર્સની પ્રતિક્રિયા સામે આવશે ત્યારે જ ખબર પડશે.
આ સમાચાર પણ વાંચો: Rekha Intimate Scene- જ્યારે પોતાનાથી નાના અભિનેતા સાથે રોમાન્સ કરવાો હતો- ત્યારે એક્ટરે રેખાને બાંહોમાં લેતા જ
પશ્મિના રોશનની વાત કરીએ તો રિતિક રોશનની બહેન પશ્મિના ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’ની સિક્વલ ‘ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ’થી બોલિવૂડમાં ડેબ્યૂ (Bollywood debut)કરશે. પશ્મિના રોશન, રોહિત સરાફ, નૈલા ગ્રેવાલ અને જીબ્રાન ખાન સાથે સ્ક્રીન શેર કરશે. બીજી તરફ કાર્તિક આર્યન ની વાત કરીએ તો, અભિનેતા ફિલ્મ ‘ફ્રેડી’માં(Fredy) જોવા મળવાનો છે જેનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. કાર્તિક છેલ્લે કિયારા અડવાણી સાથે ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2′(Bhool bhulaiya 2)માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું હતું. કાર્તિક આગામી ફિલ્મ ‘શહેજાદા’માં કૃતિ સેનન સાથે જોવા મળશે. આ સિવાય કાર્તિક કિયારા અડવાણી સાથે ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં કામ કરી રહ્યો છે.
Join Our WhatsApp Community