News Continuous Bureau | Mumbai
Oppo એ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ (Smartphone launch) કર્યો છે. આ ફોન કંપનીની A-સિરીઝનો ભાગ છે. બ્રાન્ડે બજેટ 5G સેગમેન્ટમાં (budget 5G segment) OPPO A58 5G લોન્ચ કર્યો છે. ફોનમાં બજેટ 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડ્યુઅલ સિમ સપોર્ટ ધરાવતો આ હેન્ડસેટ ડ્યુઅલ 5જી મોડ સાથે આવે છે. તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જેનો મેઇન લેન્સ 50MP છે.
આ સ્માર્ટફોન HD+ ડિસ્પ્લે અને 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે જે 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ચાલો જાણીએ આ સ્માર્ટફોનની કિંમત અને અન્ય ફીચર્સ.
Oppo A58 કિંમત અને સેલ
Oppoનો આ ફોન હાલમાં ચીનમાં લૉન્ચ થયો છે. હેન્ડસેટ માત્ર એક કોન્ફીગ્રેશન 8GB RAM + 256GB સ્ટોરેજમાં આવે છે. તેની કિંમત 1699 યુઆન (લગભગ 19 હજાર રૂપિયા) છે.
તમે આ હેન્ડસેટ બ્રિઝ પર્પલ, સ્ટાર બ્લેક અને સી બ્લુ કલરમાં ખરીદી શકો છો. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સ્માર્ટફોનનો સેલ 10 નવેમ્બરે થશે. ગ્લોબલ માર્કેટમાં તેના લોન્ચ વિશે કોઈ માહિતી સામે આવી નથી.
આ સમાચાર પણ વાંચો: બિઝનેસ આઈડિયા – સરકાર પાસેથી 35 ટકા સબ્સિડી લઈ શરૂ કરો પોતાનો બિઝનેસ- દર મહિને થશે લાખ સુધીની કમાણી
સ્પેશિફિકેશન શું છે?
આ મિડ-રેન્જ બજેટ સ્માર્ટફોનમાં 6.56-ઇંચ HD+ ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. ફોનની સ્ક્રીન 600 Nitsની બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમાં MediaTek Dimensity 700 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ છે.
Oppo A58 5Gમાં 50MP મેઇન લેન્સ સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. બીજો લેન્સ 2MPનો છે. ફ્રન્ટમાં કંપનીએ 8MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ફોનનું વજન લગભગ 188 ગ્રામ છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
હેન્ડસેટ એન્ડ્રોઇડ 12 પર આધારિત કલર ઓએસ 12.1 પર કામ કરે છે. તેમાં Wi-Fi, Bluetooth 5.3, USB Type-C ચાર્જિંગ પોર્ટ, 3.5mm ઓડિયો જેક અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.