News Continuous Bureau | Mumbai
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ સંજય રાઉત (Shivsena MP Sanjay Raut) પાત્રા ચાલ ભ્રષ્ટાચાર કેસમાં લગભગ 100 દિવસ બાદ આર્થર રોડ જેલ(Arthur Road Jail)માંથી મુક્ત થયા છે. EDની PMLA કોર્ટે 9 નવેમ્બર તેમને જામીન(Bail) આપ્યા હતા. રાઉત જેલમાંથી છૂટ્યા બાદ શિવસેનાની સ્ટાઈલમાં મીડિયાને પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
દસ્તાવેજોની ઔપચારિકતા પૂરી કરીને સંજય રાઉતને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમયે હજારોની સંખ્યામાં એકત્ર થયેલા શિવસૈનિકોએ જોર જોરથી અને ફટાકડા ફોડતા, તેમનું સ્વાગત કર્યું હતું. સંજય રાઉતની સાથે તેમના ભાઈ સુનીલ રાઉત(Sunil Raut) પણ હતા.
આ સમાચાર પણ વાંચો: અંધેરીમાં ગોખલે બ્રિજની બે લેન આ તારીખ સુધીમાં ખોલવામાં આવશે
આ સમયે રાઉતે હાથ ઉંચા કરીને શિવસૈનિકો(Shivsainik)ને સલામી આપી અને વિજય મુદ્રા બતાવી. આ પછી, તેણે મીડિયાને તેની પ્રથમ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તે મુક્ત થઈને ખુશ છે. કોર્ટમાં વિશ્વાસ વધ્યો, અમે લડવૈયા છીએ અને લડતા રહીશું. તેમની તબિયત સારી ન હોવાથી વિગતવાર જવાબ તેઓ પછી આપશે તેમ જણાવ્યું હતું.