News Continuous Bureau | Mumbai
શિયાળો(winter season) આવી ગયો છે. ઘણા લોકો શિયાળાની ઋતુની રાહ જોતા હોય છે. પરંતુ તે ખૂબ જ જરૂરી છે કે તમે તમારા આહાર(meal) માં ઋતુ પ્રમાણે ફેરફાર કરો, જેથી એનર્જી લેવલ (Energy level) વધારે રહે અને બીમારીઓ દૂર રહે. ખજૂર(Dates) એક એવું સુપરફૂડ છે, જેને તમારે શિયાળામાં તમારા આહારમાં અવશ્ય સામેલ કરવું જોઈએ. તેમના પૌષ્ટિક તત્વોને લીધે, તેઓ સ્વાસ્થ્ય માટે ગુણોનો ખજાનો છે. તમે તેનો ઉપયોગ ક્રિસમસ અને ન્યુ યર પર તમે તેનો ઉપયોગ ખાંડના વિકલ્પ તરીકે કરી શકો છો.
1- પોષક તત્ત્વોથી છે ભરપુર ખજૂર.
લાલ ખજૂર આયર્ન મિનરલ્સ કેલ્શિયમ એમિનો એસિડ ફોસ્ફરસથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન B1 B2 B3 B5 A1 અને વિટામિન C પણ હોય છે. શિયાળામાં દિવસમાં 2-3 ખજૂર ખાવાથી શરીર સારું રહે છે
2- હૃદયના રોગોથી બચાવે છે.
ખજૂરમાં 54% ખાંડ અને 7% પ્રોટીન હોય છે. આ હૃદયરોગવાળા લોકો માટે ખૂબ જ યોગ્ય છે, જો કોઈ વ્યક્તિને હૃદયની બીમારી હોય, તો તેણે દિવસમાં 3 થી 4 લાલ ખજૂર ખાવી જોઈએ, કારણ કે લાલ ખજૂર શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.
આ સમાચાર પણ વાંચો: આજે તારીખ – ૧૨:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
3- રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે
શિયાળામાં દરરોજ ખજૂર ખાવી ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારે છે અને શરીરની રોગો સામે પ્રતિકાર કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
4- શરીરને શક્તિ મળે છે
શિયાળામાં ખજૂર ખાવાથી શરીરને ઘણી એનર્જી મળે છે અને તેમાં રહેલ પ્રાકૃતિક શુગર શરીરની ઈન્સ્ટન્ટ એનર્જી વધારવામાં મદદ કરે છે. જો તમે તમારા શરીરને નવજીવન આપવા માંગતા હોવ તો ખજૂર ખાઓ.
5- પાચન ક્રિયા સુધરે છે.
ખજૂરમાં કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે માત્ર પેટની પાચન ક્ષમતાને જ નથી સુધારતું, પરંતુ ભૂખ પણ વધારે છે. આ ઉપરાંત ખજૂરનો સ્ત્રોત પેટની સમસ્યાઓ માટે કોઈ રામબાણ દવાથી ઓછો નથી.
આ સમાચાર પણ વાંચો: વાસ્તુ ટિપ્સ: ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ
6- શરીરને આયર્ન મળે છે
ખજૂરમાં હાજર પ્રોટીન, વિટામિન અને મિરલ્સથી શરીર ને શક્તિ મળે છે. સાથે સાથે ખજૂરમાં સારા પ્રમાણમાં આયર્ન પણ હોય છે. જે લોકો વધારે તાણ અથવા કમજોરી અનુભવે છે, તેઓએ દિવસ દરમિયાન 3 થી 4 પેશી ખાવી જોઈએ તેનાથી શરીરમાં આયર્નની ખામી દૂર થાય છે.
7-હાડકાઓ મજબૂત થાય છે
ખજૂરમાં સોડિયમની માત્રા ઓછી હોય છે અને તેમાં ઘણાં પોષક તત્વો હોય છે જે આપણા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ખજૂરમાં સેલેનિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા મિનરલ્સ આપણા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર પધ્ધતી અને અન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને તબીબી સલાહ લો.)
Join Our WhatsApp Community