News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે નું કેમ્પ એક સાંધો ત્યાં તેર તૂટે એવી અવસ્થામાં સપડાયો છે. ગોરેગાવ મત વિસ્તારમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ ઉત્તર-પશ્ચિમ સીટ પર સાંસદ તરીકે વિરાજમાન એવા ગજાનન કીર્તિકરે ઉદ્ધવ ઠાકરેની શિવ સેના થી રાજીનામું આપી દીધું છે. તેણે શુક્રવારે મોડી સાંજે એક સાર્વજનિક કાર્યક્રમમાં એકનાથ શિંદે ની શિવસેનામાં જોડાવાની જાહેરાત કરી હતી અને વિધિવત રીતે તેમની શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરે મુંબઈ શહેરને પોતાનો ગઢ માને છે પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા હવે આ કિલ્લાની દિવાલો ધસી પડશે તેવું લાગે છે.
આ સમાચાર પણ વાંચો: વાસ્તુ ટિપ્સ: ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ
Join Our WhatsApp Community